Tuesday, July 9, 2024

Sanskrit ma Path Aayogan nu Mahtava

 


સંસ્કૃત ભાષામાં પાઠ આયોજન નું મહત્વ જણાવો



કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વવિચારણા એટલે આયોજન. આયોજન એ સાધનો અને શક્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરી ચોક્કસ સમયમાં અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવાની યોજના છે. ગૃતિકના મતાનુસાર, “ જે કરવાનું છે તેની વિસ્તૃત રૂપમાં રૂપરેખા તૈયાર કરવી અને સાહસ કે કાર્ય માટે નિયત કરેલા ધ્યેયની સિદ્ધિ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તે નક્કી કરવાં. ” 


કોઈ કાર્યને સાકાર બનાવવા, તેને મૂર્તિમંત બનાવવા યોજના ઘડવી, તેની પ્રત્યેક નાની - નાની હકીકતો અને વિગતોનો વિચાર કરવો તથા એ સૌના અમલ માટે પગથિયાવાર વિવિધ પ્રયુક્તિઓનો ખ્યાલ કરી લેવો અને અંતે તે સઘળું દક્ષતાપૂર્વક પૂર્ણ થયા પછી કયાં પરિણામોની નિષ્પત્તિ થશે તે નક્કી કરવું - આ પ્રકારની પ્રક્રિયાને આયોજન તરીકે ઓળખી શકાય. 


‘કયાં છે ? ક્યાં જવું છે ? લક્ષ્યાંક શી રીતે પ્રાપ્ત કરવો છે ? લક્ષ્યાંકે પહોંચવા કોની કોની સહાય લેવાની છે ? કેટલી સહાય લેવાની છે ? લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં કયા અવરોધો આવશે ? એ અવરોધો શી રીતે દૂર કરી શકાશે ?' વગેરેનો માનસિક વિચાર કે ચિંતન કરવું એ જ આયોજન. કોઈપણ પ્રવૃત્તિ કે યોજનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે તેના વિવિધ પાસાંઓનું ઝીણવટભર્યું ચિંતન - આ ચિંતનની એક તલસ્પર્શી, સુવ્યવસ્થિત નોંધને આયોજન કહી શકાય.




પાઠ આયોજન નું મહત્વ


પાઠ આયોજન વિદ્યાર્થીની કક્ષા, અભિરુચિઓ, ખાસિયતો, પ્રવૃત્તિઓ સાધન વગેરેનો સમાવે છે. તે ઉપરાંત સંભવિત કે આકસ્મિક રીતે ઊભી થતી પરિસ્થિતિઓને પણ ખ્યાલમાં રાખી બનાવવામાં આવે છે. આથી પાઠ આયોજન શિક્ષક માટે બંધન રૂપ નથી બનતું પરંતુ ખરા અર્થમાં તે શિક્ષક હોકાયંત્ર છે. કારણકે જેમ દરિયાના ખલાસીવહાણને હોકાયંત્રને સહારે હંકારે રાખે છે તેમ આયોજનને આધારે શિક્ષણના દરિયામાંપોતાનું વહાણ હાંકી શકે છે. વળી નક્કર આયોજન સાથે વર્ગમાં દાખલ થયા પછી શિક્ષકને એમ લાગે કે ઊભી થયેલી પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર છે તો તે એમ કરવા માટે હક્કદાર છે અને તેમાં તે મૂકી ફેરફારો કરી શકે છે.


1) શિક્ષકને પૂર્વ તૈયારીની તક મળે છે, તેથી તેની આત્મવિશ્વાસ વધી જાય છે.


2) હેતુઓ જાણી શકાય અને તેના વિશે શિક્ષક સ્પષ્ટ થઈ જાય છે, એક તાસમાં સિદ્ધ કરી શકાય એવા જ વિદ્યાર્થીઓનાં વર્તન-પરિવર્તનોને લક્ષમાં રાખીને અધ્યાપનકાર્ય કરે છે.


૩) સમય મર્યાદા જળવાય છે, વિષયાંતર થતું નથી તેથી તેનોઆત્મવિશ્વાસ વધી જાય છે.


4) અધ્યાપન માટે આવશ્યક સાધનસામગ્રી અને સંદર્ભસાહિત્ય ભૂલ્યાવિના વર્ગમાં લઈ જવાનું અને તેની ઉચિત ઉપયોગ કરવાનું શક્યબને છે, તેથી શિક્ષણ રસપ્રદ બને છે.


5) વધુ સારી અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગથઈ શકે છે.


6) વ્યક્તિગત તફાવતો અને ઊભી થનારી ભિન્ન પરિસ્થિતિઓને લક્ષમાં લઈને અધ્યાપન કાર્ય કરવાનું શક્ય બને છે.


7) શિક્ષણમાં ક્રમિકતા સુગ્રથિતતા અને સાતત્ય આવે છે.


8) નિર્ધારિત હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણી શકાય છે.


9) શિક્ષકમાં અધ્યયન-અધ્યાપન અંગેની સૂઝ વિકસે છે. તે પોતાના કાર્યનુંમૂલ્યાંકન પોતાની જાતે કરતો થાય છે અને અનુભવોને આધારે પોતાનીશિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરતો રહે છે


10) વિષયવસ્તુના મુદ્દા અને પેટા મુદ્દા સ્પષ્ટ થાય છે.અને ઉચિત સમયે ફાળવી શકાય છે.


11) મુલ્યાંકન અને સ્વાધ્યાય યોજના બનાવી શકાય છે.


સંસ્કૃત ભાષામાં પાઠ આયોજન નું મહત્વ


સંસ્કૃત વ્યાકરણનાં વિભન્ન વિપયાંગોના અધ્યાપન માટે પાઠ આયોજન ઉપયોગી છે. શિક્ષકના દૈનિક અધ્યાપનકાર્યમાં પાઠ આયોજનને લીધે વ્યવસ્થિતતા આવે છે. તાલીમાર્થીઓએ તેમની તાલીમના ભાગરૂપે શિક્ષણપાઠોનું આયોજન કરવાનું હોય છે. શિક્ષકો દ્વારા થતું પાઠ આયોજન અનૌપચારિક અને મોટે ભાગે માનસિક હોય છે. તાલીમાર્થીઓએ ઔપચારિક અને લિખિત પાઠ આયોજન તૈયાર કરવાનું હોય છે.


પાઠ આયોજનથી શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે તે પહેલા મુદ્દા વિશે જરૂરી જ્ઞાન, માહિતી, હકીકતો તેમજ પૂર્વ તૈયારી માટેની તક મળે છે. અધ્યાપન માટેના ચોક્કસ સમય, મર્યાદા અને ઉદેશનો પણ ખ્યાલ આવે છે. પાઠ આયોજનની શિક્ષક વર્ગમાં જાય છે ત્યારે વિષયવસ્તુ સંબંધો કયા - કયા શૈક્ષણિક સાધનો, સંદર્ભ ગ્રંથો, ઉદાહરણો, પદ્ધતિ તેમજ પ્રયુક્તિનો ઉપયોગ ક્યારે, કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ આવે છે. 


  • પાઠ આયોજન એ રડારમંત્ર છે. વર્ગમાં વિદ્યાર્થીઓને કેવા પ્રશ્નો પૂછવા, નવા જ્ઞાન માટે પ્રેરિત કરવા, કેવા અનુભવો આપવા, પુનરાવર્તન, સ્વાધ્યાય, મૂલ્યાંકન વગેરે પાઠ આયોજનને પરિણામે સ્પષ્ટ થઈ જાય છે. 

  • પાઠ આયોજનથી શિક્ષણનું સાતત્ય જળવાય છે. 

  • પાઠ આયોજનનો શિક્ષકમાં આત્મ વિશ્વાસ અને ભાવિ આયોજન અંગેની શ્રદ્ધા જન્મે છે. 

  • પાઠ આયોજનથી અનુબંધની શક્યતા વધે છે. પૂર્વ આયોજન વિના અનુબંધની શક્યતા ઓછી થઈ જાય છે. 

  • પાઠ આયોજનથી શિક્ષકને રોજ નવા વિચારો, પ્રયોગ, અનુભવો તેમજ નવી નવી પરિસ્થિતિની ટેવને કારણે અભ્યાસ ટેવ વિકસે છે. 

  • પાઠ આયોજનથી શિક્ષકના સમય, શક્તિ અને શ્રમ બચે છે. 

  • આયોજનથી શિક્ષણ અવ્યવસ્થિત થતું અટકી જાય છે. 

  • આયોજનથી અધ્યયન - અધ્યાપન સરળ, સમૃદ્ધ અને સફળ તેમજ અસરકારક બને છે.





No comments:

Post a Comment

Sanskrit ma Path Aayogan nu Mahtava

  સંસ્કૃત ભાષામાં પાઠ આયોજન નું મહત્વ જણાવો કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રા...